સુપરમ્યુસીલ સત-ઈસબગોલ
સુપર મ્યુસીલ સત-ઈસબગોલ:
આપ એ સારી રીતે જાણો છો કે સત-ઇસબગુલ ફકત ઈસબગોલ સીડ નું ઉપરનું પડ માત્ર છે. સત-ઈસબગોલ જેમાં કોઈ પોષક દ્રવ્યો નથી ફકત ફાઇબર છે. તે પણ ૮૦% પાણી માં ઓગળવા વાળા અને લગભગ ૨૦% પાણી માં ના ઓગળવા વાળા પાણીમાં ઓગળવા વાળા ફાઇબર લોહી-શરીર માં જ્યાં પણ જાય ટોકસીન્સ ઝેરી પદાર્થો સાથે સંયોજન કરી શરીર ની બહાર કાઢી દે છે. અને પાણી માં ન ઓગળવા વાળા ફાઇબર પાચન તંત્ર ને સાફ કરી દે છે. એટલે કે જઠર-નાનું આંતરડું- મોટું આંતરડું સાફ કરી પેટ ખુલાસા બંધ આવે છે. આ રીતે શરીર ચોખ્ખું કરવામાં મદદ કરે છે.
હજુસુધી અમો સત-ઈસબગોલ ને કબજીયાત દૂર કરનાર અથવા અતિસાર મટાડનારજ સમજતા હતા. એવું નથી સત-ઈસબગોલ શરીર ચોખ્ખું કરવાનું પણ કામ કરે છે. આ પદાર્થ સળંગ જીવન ભર લેવામાં આવે તો પણ કોઈ સાઈડ ઇફેક્ટ કરતુ હોય એવું ધ્યાનમાં આવ્યું નથી ભારત કરતાં વિદેશોમાં આનો પ્રયોગ મોટી માત્રામાં થાય છે. જયારે કે આ આખાએ વિશ્વમાં ફકત ભારત ના પચ્છિમ વિભાગ માંજ થાય છે.
અમોએ તેના વિવિધ ગુણો અનુસાર તેને અલગ અલગ પેકીંગમાં સૌને અનુકૂળ આવે તે રીતેજ બજારમાં લાવ્યા છીએ. આપને આપની પસંદગી મુજબજ ખરીદ કરવાનું છે. સત-ઈસબગોલ કબજીયાત તેમજ અતિક્ષાર બન્ને માં વપરાય છે. ફકત લેવાની પદ્ધતિ અલગ છે. સત-ઈસબગોલ પાણી સાથે લેશો તો કબજીયાત મટાડવામાં મદદ કરશે અને દહીં સાથે બિલકુલ પાણી વગર લેશો તો અતિક્ષાર-મરડો મટાડશે. તેમાં ઉપરથી પાણી લેવું નહિ જરૂર મુજબ ઘૂટડે-ઘૂટડે પાણી લેવું....
સત-ઈસબગોલ ની પાણી પીવાની ક્ષમતા આમાં કામ કરે છે. જો પાણી સાથે લ્યો તો તે વજનદાર થઇ નીચેની તરફ સરકે છે. સત-ઈસબગોલ ચીકણું છે. એટલે તે ગુંદર થી પણ મ્યુસિલેજ છે..તે પાણી ગ્રહણ કરી ઉપર સરકવા વાળી સપાટી બનાવી દે છે. અને બધો કચરો લઇ બહાર નીકળી જાય છે. .. અને અતિક્ષાર માં એની પાણી ગ્રહણ કરવાની શક્તિ પેટમાં રહેલ ગંદુ પાણી તે જઠર માંથી પી લે છે. અને દહીં તેમાં ગુડ બેક્ટરિયા ઉમેરવાનું કામ કરે છે. અને સત-ઈસબગોલ ગંદુ પાણી પીને શરીરની બહાર નીકળી જાય છે. આ બધું પ્રાકૃતિક રીતે થાય છે. અને ગંદા બેક્ટરિયા વાળા પાણીથી મુક્તિ મળે છે. એ પણ કોઈ કષ્ટ વગર.
(૧) ૩.૩ ગ્રામ ના સેચે x ૩૧ સેચેનું ૧ બોક્સ : રોજ રાત્રે ૧ સેચે નવાયું દૂધ કે પાણી સાથે લેવામાં આવે અને ઉપર થી ૧ ગ્લાસ પાણી વધારાનું પાણીમાં આવે તો પેટ ખુલાસા બંધ આવે છે. અને બીજા જે ફાયદા મળે તે વધારાના..........
(૨) ૫૦ ગ્રામ પ્લાસ્ટિક જાર: લૂજ પ્લાસ્ટીક જારમાં પણ મળે છે.
(૩) ૨૫૦ ગ્રામ પાઉચ: આ ભાવમાં ફિદાયતી છે. ક્વાલીટી સરખીજ છે. આપ આપને અનુકૂળ પડે તે રીતે અને તેટલું લઇ શકો છો.
(૪) ૨૦૦ ગ્રામ સત-ઈસબગોલ પાવડર જાર: આમાં ૨૦૦ગ્રામ સત-ઈસબગોલ નો પાવડર છે. તને સીધું ખાંડ સાથે ભેરવી લઇ શકાય છે. તે ઉપરાંત આટા માં ૩ થી ૫ % ના દરે ભેરવીને લઇ શકાય છે. બેકરી માં બ્રેડ બિસ્કિટ બનાવવા માટે પણ આ ઉમેરી શકાય છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે, આનાથી ખોરાકમાં ફાઇબર ની માત્રા પુરી થઇ જાય છે. તેનાથી શરીરનો મળ સુકાતો નથી, કારણ કે સત-ઈસબગોલ ની એક ખાસિયત પાણી પકડી રાખવાની પણ છે. આથી સવારે પ્રાકૃતિક રીતે પણ પેટ સાફ થઇ શકે આ ભાવમાં પણ ફિદાયતી છે.
(૫) સત-ઈસબગોલ ૩૦૦ ગ્રામ જાર: આ એક બલ્ક પેક છે. ક્વાલીટી પણ એક સરખીજ છે. આપ આપને અનુકૂળ પડે તે રીતે અને તેટલું લઇ શકો છો.
૫૦ ગ્રામ
|
૩૧ પાઉચનું બોક્સ | ૩.૩ ગ્રામ પાઉચ |
સત-ઈસબગોલ શુ છે ?
આ કોઈ દવા નથી આની ખાસીયત ફકત પાણી ગ્રહણ કરવાની શક્તિ છે. આ ચિકાસ યુક્ત છે. પણ ગુંદર નથી પણ મ્યુસીલેજ છે. આ પદાર્થ પાણી પીને એક જેલ બનાવે છે. અને તે વજનદાર થઇ નીચે સરકે છે. પાણી ગ્રહણ કર્યા પછી આ પદાર્થ બહાર એક લપસવા વાળી સપાટી બનાવે છે. અને જ્યાં ગંદકી એના સંપર્ક માં આવે તે ગ્રહણ કરી લે છે. અને શરીર માંથી બહાર નીકળી જાય છે.
પ્રમાણ:
લગભગ ૩ ગ્રામ થી ૧૦ ગ્રામ સુધી દિવસ દરમીયાન ભરપૂર પાણી સાથે આપણા શરીર ની પ્રકૃતિ તેમજ કદકાઠી અનુસાર.
કસ્ટમર કેર નંબર: (૧) ૯૨૬૫૩ ૨૧૬૮૦ (૨) ૯૮૨૫૩ ૧૫૧૩૪
ઇ-મેઇલ: amaroverseas101@gmail.com / amaroverseas123@gmail.com
કસ્ટમર કેર નંબર: (૧) ૯૨૬૫૩ ૨૧૬૮૦ (૨) ૯૮૨૫૩ ૧૫૧૩૪
ઇ-મેઇલ: amaroverseas101@gmail.com / amaroverseas123@gmail.com
Comments
Post a Comment